Back to photostream

ફ્રી મેડિકલ કેમ્પ

તા ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ડી.એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને AtoZ Multispeciality Hospital તેમજ સહયોગી સંસ્થા તેરાપંથ યુવક પરિષદ સચીન તથા નિ:સ્વાર્થ માનવ સેવા ના સહયોગ થી AtoZ Multispeciality Hospital માં સ્વ. ડાહ્યાભાઈ શિવાભાઈ પટેલ ના જન્મતિથિ નિમિતે મેડિકલ કેમ્પ, ફ્રી ચશ્માં વિતરણ, શિબિર રક્તદાન કેમ્પ તેમજ ફ્રી દવા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં ૪૦૦ થી વધુ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો અને ૧૪૫ દર્દીઓની આંખ ની તપાસ માનનીય વડીલ શ્રી ડૉ. પીપી મિસ્ત્રી સાહેબે કરી અને જરૂરિયાત ૯૦ વ્યક્તિઓને ફ્રી ચશ્માં વિતરણ કરવામાં આવ્યા.

 

હાડકાના રોગ ના ૩૯ દર્દીઓની તપાસ શ્રી ડૉ. પત્રયુસ સાહેબે (MS Orthopedics) કરી.

 

સ્ત્રીરોગ ના 22 દર્દીઓની તાપસ ડૉ. રિના મેડમે (Gynaecology) કરી.

 

જનરલ ફીઝીસિયન ડૉ. હાર્દિક પટેલે (MD Medicine) ૨૮ દર્દીઓની તપાસ કરી.

 

જનરલ સર્જન ડૉ. હિતેશભાઈ તમાખુવાળા દ્વારા 32 દર્દીઓની તપાસ કરવામાં આવી.

 

હોસ્પિટલ મેડિકલ ઓફિસર ડૉ. લક્ષ્મી મેડમ, હર્ષલ પાટીલ તેમજ વિશાલ પટેલ દ્વારા ૧૮૦ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી.

 

દરેક દર્દીઓને દવા તથા ECG તેમજ લોહીની રિપોર્ટ હોસ્પિટલ તરફથી ફ્રી કરી આપવામાં આવ્યા.

 

હોસ્પિટલ ડિરેક્ટર શ્રી યોગેશભાઈ સૂર્યવંશી અને તેરાપંથ યુવક પરિષદ સચીન ના સેવાભાવી ટ્રસ્ટીશ્રી પવનભાઈ તેમજ મહાનુભાવોની હાજરીમાં કેમ્પ દર્દીઓ માટે યોજવામાં આવ્યો.

 

ઉપરોક્ત મેડિકલ કેમ્પ માં તેરાપંથ યુવક પરિષદ ના સભ્યો, નિ:સ્વાર્થ માનવ સેવા ના ટ્રસ્ટીશ્રીઓ, સચીન, કનકપુર, કનસાડ તેમજ આજુબાજુના ગામ થી પધારેલા મહાનુભાવો, પત્રકારમિત્રો, દર્દીઓ, રક્તદાતાશ્રીઓ, રેડક્રોસ ના ડિરેક્ટર શ્રી ડૉ. પ્રફુલ સિરોયા સાહેબ તેમજ તેમના સ્ટાફ, ડૉ. રણજીતસિંહ વાંસીયા સાહેબ, કનકપુર, સચીન ના નગરસેવકશ્રીઓ તથા આજુબાજુ ગામ નાં સરપંચ શ્રીઓ, વડીલો, તેમજ ઓપ્ટિકલ હાઉસના દર્દીઓ, નાની મોટી મદદ કરતા તમામ વ્યક્તિઓ, AtoZ Multispeciality Hospital ના ડૉ. શ્રીઓ તેમજ સર્વે સ્ટાફનો, ડી.એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને AtoZ ગ્રુપ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.

 

#CharitableEvents #NGOActivity #FreeMedicalCamp #DSPatelCharitableTrust #Surat

60 views
0 faves
0 comments
Uploaded on January 2, 2020