{T..he Magic Box Photographie}*
Rãjipo * PrasanGaM * Sãdhutã *
શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તીર્થસ્થાન મહેળાવમાં યોગીજી મહારાજ, નવમી ડિસેમ્બર ૧૯૬૭ના પ્રભાતમાં ગુરુભક્તિના રસસાગરમાં નિમગ્ન થઈ ભાવવિભોર બન્યા હતા.
હે શાસ્ત્રીજી મહારાજ !
તમારી કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો. તમારા ભક્તોમાં સુહૃદભાવ રહે, મન નોંખું ન રહે, મનુષ્યભાવ ન આવે, સદા દિવ્યભાવ રહે તેવા આશીર્વાદ આપો. 'તુલસી જ્યાકે મુખન સે...' કોઇ સાથે આંટી ન પડી જાય, સંબંધવાળાને ઓળખી શકીએ તેવી બુદ્ધિ આપજો. તમારા જેવી બુદ્ધિ અમને આપજો.
તમે તો સાક્ષાત્ ગુણાતીત સ્વરૂપ છો, તમારામાં મહારાજ અખંડ રહ્યા છે તો તમારામાં નિર્માન, નિર્મોહ વગેરે ગુણૉ છે તે આપો, દ્રષ્ટિ કરીને આપો કે એવા ગુણ શીખીએ.
જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા. તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ નથી. પણ અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો. હજારો મનુષ્યો તમારા સ્વરૂપમાં તણાય તેવી શક્તિ, તેવું જ્ઞાન દેજો. હઠ, માન ને ઈર્ષ્યા અમારામાં કોઇ રીતે આવે જ નહિ. રજોગુણ તમોગુણના ભાવ ન આવે. તમારામાં ગુણ છે તેવા ગુણ આપજો. નિર્દોષબુદ્ધિના ફગવા આ તમારા સ્થાનમાં રહીને આપો.
આજ પ્રાર્થના કરીએ ને કાલે ફરી જઈએ તેવું ન કરીએ એ પ્રાર્થના છે. મન તમારા સ્વરૂપમાં દ્રઢ રહે તેવી તમને પ્રાર્થના છે. તમારા ગુણનું વર્ણન કરી શકીએ તેવી બુદ્ધિ આપજો. ૨૪ કલાક અમારા હૃદયમાં આળસ ન આવે. તમારા ભક્તોનો મહિમા સમજાય, નવરા ન રહી શકીએ. તમારા ગુણનું ગાન કર્યા કરીએ એવી શક્તિ, બળ અને પ્રકાશ આપજો. અમને કથાવાર્તામાં દ્રઢ રુચિ થાય, ગ્રામ્યવાર્તાથી દૂર રહેવાય અને એ ભાવના જ નીકળી જાય ને તમારામાં હેત થાય તેવી કૃપા કરશો. જગતની વાત જિંદગીમાં પણ ન સાંભળીએ.
રાતદી' તમારી પ્રાર્થના કરીએ, તમને સંભારીએ, પણ તમને ન ભૂલીએ. તમારા વિષે જે ભાવના છે તેવી તમારા ભક્તમાં પણ રહે, મનુષ્યભાવ ને આવે. તમે સાક્ષાત્ કૈવલ્યમૂર્તિ છો પણ તમારા ભક્તો પણ સાક્ષાત્ કૈવલ્યમૂર્તિ મનાય તેવા આશીર્વાદ આપજો. આ દેહમાં આસક્તિ ન રહે. તમારા સ્વરૂમમાં જોડાઈ જઈએ તવી પ્રાર્થના. રૂડા ગુણ આવે તે પ્રાર્થના. આપ છોડો તેવા નથી, અમે વળગ્યા રહીએ તો આપ વળગ્યા રહો પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય હોઈએ તોપણ છોડી દો. ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના સદ્ભાવ ને પક્ષ - એ કાયમ રહે ને દ્રઢ પળાય તે રાત-દી' પ્રાર્થના.
આજે શુભ દિવસ બારસ પર્વણી છે. પા વાગે સવારના પ્રાર્થના કરી છે. તો બુદ્ધિ, શક્તિ, તેજ, પ્રકાશ કાયમ રહે; સત્સંગમાં કાયમ ટકી રહેવાય એવા આશીર્વાદ આપજો. સુહૃદભાવ ભગવાનના ભક્તોમાં રહે તેવા ગુણ આપજો. તમારામાં અનંત-મહોદધિ ગુણ હતા, જે વર્ણવી ન શકાય તેવા ગુણ તમારામાં હતા. તેવા ગુણ અમારામાં આવે તેવા આશીર્વાદ આપજો. નિર્દોષબુદ્ધિ, સુહૃદભાવ, ને ઉપાસના દ્રઢ પળાય તે રાત-દિવસ પ્રાર્થના. અહીં જે ગુણ માગ્યા તે આપજો.
કોઈ દી' મનમુખી ન થઈએ. તમારી આજ્ઞા પળાય. મનમુખીમાં દેખાય ગુણ સારા પણ તે ગુણ ન કહેવાય. હે શાસ્ત્રીજી મહારાજ! તમે પ્રગટ થયા ને મોટા પુરુષને સેવીને ગુણ લાવ્યા, તેવી રીતે તમને એવી પ્રાર્થના કે અમારામાં ગુણ આપજો, દ્રષ્ટિ કરજો, સુખ ને શાંતિ અખંડ રહે.
હે શાસ્ત્રીજી મહારાજ! આપ અહીં પ્રગટ થયા, 'ભારત'ની કથા કરી, ભણ્યા, સૂરત બાપા તેડવા ગયા, ગાડામાં બેસાર્યા, અંતર ફેરવ્યું. નાની ઉંમર છતાં ભગવાન ભજ્યા. આપ ગામમાં ન આવ્યા. બારોબાર સૂરત ગયા. વિહારીલાલજી મહારાજ કહેઃ 'તમને કોઠારમાં રાખવા છે.' છેવટે શ્રીજી મહારાજના મળેલાને કેમ ના પડાય? યજ્ઞ કર્યા, હજારો બ્રાહ્મણો આવ્યા. સંવત્ ૧૯૩૯માં આપને દીક્ષા આપી. ઘણાને સાધુ બનાવે પણ યજ્ઞ ન કરે. પણ આ તો યજ્ઞ કરી સાધુ કર્યા. તેથી 'યજ્ઞપુરુષ' નામ પાડયું. એવી અલૌકિક સ્થિતિ સ્વામીની હતી, એવી આપણામાં આવે તે પ્રાર્થના.
મુંબઈમાં સાધુ ભણે છે તે આચાર્યપદ મેળવે, બુદ્ધિ ખૂપ વધે, આળસ પ્રમાદ જતા રહે, એકાંતિક થાય તેવી પ્રાર્થના.
સ્વામીનું સ્થાન કલ્પવૃક્ષ છે. મનોરથ બધા પૂરા કરો. જ્ઞાનભક્તિના મનોરથ પૂરા કરો. દેવા જ બેઠા છો.
કોઇ દી' ભગવાન ને સંતને ઓશિયાળા ન કરીએ તેવી બુદ્ધિ આપજો. મન બદલે જ નહિ; કાયમ એકબુદ્ધિ રહે તેવી પ્રાર્થના.
અમે એવા પુરુષને સેવ્યા છે તો અંતરમાં ટાઢું રહે છે, અનુવૃત્તિ પાળી છે.
રૂપરામ ઠાકરે મહારાજને ખાંડ ન દીધી તે બળતળા થઈ. રૂડાભાઈએ બળદ ન દીધા તે બળતરા થઈ. એવી બળતળા અમને ન ઉપડે. તમારું જ્ઞાન સમજી શકીએે એવી પ્રાર્થના. બુદ્ધિમાં મૂઢપણું ન રહે, પ્રકાશ થાય તેવા ગુણ આપજો. ગુણ દેવા જ બેઠા છો. દ્રષ્ટિ કાયમ રહે. ભગવાનના ભક્તનો અવગુણ ન લઈએ. ઝીણાભઈએ દેહ મૂક્યો ત્યારે મહારાજે કહ્યું: 'હઠીનું કાંઈ પૂછવું છે?' ત્યારે ઝીણાભાઈએ કહ્યુઃ 'તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો ને ભક્ત નહિ થાય તો હું કહીશ તો પણ ખબર નહિ રાખો.' તેમ હે સ્વામી! અમે તમારા ભક્ત થઈશું તો તમે રાજી રહેશો ને તમારી જાહેરાત નહિ કરીએ તો રાજી નહિ થાઓ. આવો સંબંધ થયો તે શોકમાં ન રહીએ, અલમસ્ત આનંદમા રહીએ. ક્રોધ, દગા, પ્રપંચ, માન ન રહે એ આપો.
દેવા જ બેઠા છો. નિર્દોષબુદ્ધિ, દિવ્યભાવ, સુહૃદભાવ કાયમ રહે. આ મંદિર મોટું થઈ ગયું. દર્શન કરીએ છીએ. સ્થાન થઈ ગયું. સુખ શાંતિ બહુ રહે. વડતાલથી ત્રણ ગાઉ દૂર સર્વોપરિ સ્થાન. અહીં ત્રણ શિખરનું મંદિર થાય ને અક્ષરપુરુષોત્તમ મહારાજ ને આપ બેસો તે પ્રાર્થના.
લાખો માણસના વ્યવહાર સુધારો. ને મોટા પ્રધાનો પ્રોફેસરો અહીં માથા ઘસે એવી પ્રાર્થના. તમારા સંતો દ્વારા સ્વામિનારાયણનું નામ જાગ્રત થાય તે પ્રાર્થના કરીએ છીએ. રાત દી' પ્રાર્થનામાં મંડી પડીએ. આળસ પ્રમાદ ન રહે, નિર્દોષબુદ્ધિ રહે તેવા ગુણ આપજો.
ખેરડી મૂકે, વાંચવા ન દીયે, આળસ મૂકે તે (અવગુણ) ચાલ્યા જાય. તમારી ૨૪ કલાક ભક્તિ કરીએ, તમને અળગા ન મૂકીએ, તમારી મૂર્તિની સમર્તિ (સ્મૃતિ) રહે તેવા ગુણ આપજો. બારશ પર્વણી છે, કામ થઈ જાય.
આ રીતે હે શાસ્ત્રીજી મહારાજ! આપણા ગુણોનું વર્ણન કર્યું, સંભાર્યા, આપે જેમ મહારાજ ને સ્વામીને રાખ્યા હતા તેમ અમે પણ તમને રાખી શકીએ તવી પ્રાર્થના.
તમે નિર્દોષબુદ્ધિના ભૂખ્યા છો. તમારાં ભક્તમાં અમે જો નિર્દોષબુદ્ધિ રાખશું તો તમે અમારી ઉપર હેત રાખશો. એ છોડી દઈશું તો તમે પાંહે (પાસે) નહિ બેસવા દ્યો, કાઢી મૂકશો.
ગુણ આપવા બેઠા છો. ચાલો પાંચ મિનિટ ધૂન કરી લઈએ, આપણામાં ગુણ આપે.