Back to photostream

Truthful Grace ❍

❝If a person lacks vairagya, but intensely serves a great Sant, and obediently perseveres in his observance of injuctions of God, then God will look upon him with an eye of compassion, and feel, "This poor fellow lacks vairagya, & lust, anger, etc are harassing him very much. So now, may all those vicious natures be eradicated." As a result they will be immediately eradicated. In comparision, if he were to endeavour in other ways, those swabhavs may be eradicated, but after a great deal of time and effort - either in this life or in later lives. If such rooted vicious natures are eradicated instantly, then it should be known that they have been eradicated by the Grace of God.❞

 

- Lord Swaminarayan, Vachnamrut Gadhada II-7, Shravan Sudi 11, Samvat 1878 (9 August 1821)

 

ગઢડા મઘ્ય ૭: દરિદ્રીનું

 

સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

 

પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પૂછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે ?”

 

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ધણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્છે પણ તે કયાંથી મળે ? તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઇચ્છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.”

 

પછી વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પૂછયો જે, “જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્યહીન હોય તે તો કોઇ મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે. પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, આ બિચારો વૈરાગ્યરહિત છે, તેને કામ--ક્રોધાદિક બહુ પીડે છે; માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. અને તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.”

 

।। ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું ।। ૭ ।। ।। ૧૪૦ ।।

 

2,098 views
19 faves
1 comment
Uploaded on August 7, 2022
Taken on August 15, 2014