Back to photostream

પૂનમની રાત્રે વિકલાંગ ખેલૈયાઓ રાસગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમની રાત્રે રાજકોટમાં વિકલાંગો માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીમાં વિવિધ સ્થળે રાસગરબાની રમઝટ બોલી રહી હતી ત્યારે આ વિકલાંગ ખેલૈયાઓ પણ ગરબાના તાલે મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા. આ તકે વિકલાંગ ખેલૈયાના રાસગરબા નિહાળી રહેલા પ્રેક્ષકો પણ ક્ષણભર દંગ રહી ગયા હતા.

305 views
2 faves
0 comments
Uploaded on October 18, 2016