Back to photostream

Sarkhej-Roja

અમદાવાદની લગભગ અડીને આવેલ ઐતિહાસિક સ્થળ સરખેજ ગામની પશ્ચિમે આવેલા રોજા માટે ખૂબ જાણીતું છે. આ રોજા ભવ્ય તળાવને કાંઠે આવેલા છે ને તેનું બાંધકામ સ્થાપત્યની દ્રષ્ટિએ પણ ખૂબ સુંદર છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ઇતિહાસ સાથે તેનો નાતો એવો છે કે અમદાવાદની મુલાકાતે આવનાર કોઇ પણ દેશી વિદેશી પ્રવાસી સરખેજ ગયા વગર રહેતા જ નથી. પવિત્રતા, વિદ્વતા અને પોતાની ઊંચી ધાર્મિક ભૂમિકા માટે વિખ્યાત એવા સંત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ પોતે 111 વર્ષની ઉંમરે વર્ષ 1446માં જન્નતનશીન થયા હતા. ત્યારે એ જ વર્ષમાં અમદાવાદના- ગુજરાતના સુલતાને એમના રોજા બંધાવવાની શરૂઆત કરી હતી. જેનું કામ ઈ.સ.1451માં સંપન્ન થયું હતું. રોજાની ભીંતો પર સુંદર કોતરણી કરવામાં આવી છે. ખાસ કરીને મુખ્ય રોજાની કબરના વિશાળ ખંડની આરસની દીવાલોમાં કોતરવામાં આવેલી જાળીઓ ખૂબ જ સુંદર છે.

 

553 views
0 faves
0 comments
Uploaded on July 13, 2017