Back to photostream

ડિફરન્ટ ઢોકળા રેસિપી

રીત : સૌ પ્રથમ તો મમરા અને પૌંઆને છાશમાં પલાળો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી જરૂર પ્રમાણે પાણી નાખી ખીરુ તૈયાર કરો. હવે એક કડાઇમાં તેલ મૂકો. તેમાં રાઇ નાખો, ત્યારબાદ જીરુ, સમારેલા લીલા મરચાં, લીમડાના પાન અને હિંગ નાખો. આ વઘારમાં તૈયાર કરેલું ખીરું ઉમેરો. તેમાં બાફેલા બટાકાના કટકા, બાફેલા વટાણા, બાફેલા ગાજરના ઝીણા કટકા અને સમારેલા કેપ્સીકમ ઉમેરી બરાબર મિકસ કરો. સપ્રમાણ મીઠું ઉમેરી થોડીવાર ગેસ પર રાખો. હવે એક થાળીમાં તેલ લગાડીને તેમાં આ તૈયાર થયેલું મિશ્રણ પાથરી દો. ઠરે એટલે કાપા પાડી કટકા કરો. કોથમીરથી સજાવો અને ટમેટાની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો.

 

95 views
0 faves
0 comments
Uploaded on January 25, 2016