Back to photostream

9

રીત : સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થાય ત્યારે તેમાં અજમાનો વઘાર કરી પાપડી નાખો. પછી તેમાં સોડા અને મીઠું નાખી ખદબદવા દેવું. ત્યારબાદ તેમાં કાંપા પાડેલા શક્કરિયાં, બટાકા, રીંગણ, રતાળુમાં તૈયાર કરેલ મસાલો ભરવો અને પાપડીની અંદર મિક્સ કરવું. એક થાળીમાં થોડું પાણી લઈને વાસણ પણ ઢાંકી દેવું. થોડીવાર પછી શાક હલાવતા રહેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા ત્યારબાદ તપેલાને ઢાંકી દેવું.

www.vishvagujarat.com/surti-undhiyu-recipe/

 

274 views
0 faves
0 comments
Uploaded on January 8, 2016