Back to photostream

Different Types Of Samosa Recipes

બનાવવાની રીત : સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળો. ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધીમાં આ પેસ્ટ સાંતળો. ત્યાર બાદ તેમાં બટાટા અને વટાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ચમચાથી બટાટા અને વટાણાને થોડા મેશ કરી લો. હવે તેમાં ગરમ મસાલો, આમચૂર પાવડર, આખા ધાણા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. હવે છેલ્લે તેમાં કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરીને એકાદ મિનિટ સાંતળ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે સમોસા માટેની સ્ટફિંગ. હવે તેને તમે સરખા ભાગના ગોળા વાળીને એકબાજુ મૂકી શકો છો.

www.vishvagujarat.com/different-types-of-samosa-recipes/

 

166 views
0 faves
0 comments
Uploaded on December 1, 2015