Back to photostream

Different types of ‪#‎starters‬ ‪#‎recipes‬

રીત : સૌ પ્રથમ પનીરને એક વાટકામાં છીણી લો. ત્યાર બાદ તેમાં બટાકા, મીઠું, લીંબુનો રસ, હળદર પાવડર, લાલ મરચા પાવડર, શેકેલો જીરા પાવડર, આમચૂર અને ચાટ મસાલો ઉમેરો. કોથમીરનાં પાનને સમારીને તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તૈયાર કરેલ મિશ્રણને લાંબા રોલ (કબાબ) જેવા આકારના બનાવી લો. હવે તેલને નોનસ્ટિક કડાઈમાં ગરમ કરો અને તે લાંબા રોલને (કબાબ)ને તેમાં તળો અને થોડી થોડી વારે તેને ફેરવતા રહો. કોબીના ટુકડાને ઝીણા સમારીને તેને એક વાટકામાં મૂકો અને ગાજરને પાતળી સ્લાઇસમાં કાપીને વાટકામાં મૂકો. તેમાં ચાટ મસાલો, નમક ઉમેરીને સારી રીતે મિક્સ કરો. ઠંડું કરવા ફ્રીજમાં મૂકી દો. જયારે કબાબ બરાબર ચડી જાય એટલે તેને એક પ્લેટમાં મૂકી દો. ગરમ તવા પર રોટલીને થોડી હૂંફાળી કરો. દરેક રોટલી પર કબાબ મૂકો તેના પર થોડું સલાડ મૂકો. તેના પર ચાટ મસાલો અને શેકેલ જીરા પાવડર નાખો. પછી તેનો રોલ બનાવી લો અને તરત જ સર્વ કરો.

www.vishvagujarat.com/different-types-of-starters-recipes-2/

 

103 views
0 faves
0 comments
Uploaded on November 30, 2015