Back to photostream

Movie Review : Bajirao Mastani

પ્રેમ, દર્દ અને એક ત્રિકોણ, જેને ભવ્યતાથી પીરસવામાં આવે છે. સંજય લીલા ભંસાલીની ફિલ્મોનો આ શાશ્વત ફોર્મ્યુલા છે. ‘બાજીરાવ મસ્તાની’ પણ સંજય લીલા ભંસાલી ટાઈપ ફિલ્મોની આગલી કડી છે. જેમાં દીપિકા, પ્રિયંકા અને રણવીરનો લવ ટ્રાયએન્ગલ છે. લાર્જર ધેન લાઈફ સેટ્સ છે. મંત્રમુગ્ધ થઇ જઈએ એવા ઘણા બધા કાંચનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ફિલ્મોમાં ચારચાંદ લગાવી દે છે. તેમણે આ વખતે પેશ્વા બાજીરાવ અને બુંદેલખંડના રાજા છત્રસાલની પુત્રી મસ્તાનીની સ્ટોરીને પસંદ કરી છે જે મરાઠી લેખક એન.એસ.ઈમાનદારના પુસ્તક ‘રાઉં’ પર આધારિત છે. જો કે, ફિલ્મ ઐતિહાસિકતા અને લવ સ્ટોરી વચ્ચે ઝૂલતી દેખાય છે. પરંતુ, આમાં કોઈ બેરાય નથી કે ફિલ્મમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઈશ્ક જયારે હદ પાર કરી દે તો તે જૂનુન બની જાય છે અને દીપિકાએ જોરદાર આ રોલ નિભાવ્યો છે.

www.vishvagujarat.com/movie-review-bajirao-mastani/

 

231 views
0 faves
0 comments
Uploaded on December 18, 2015