Back to photostream

Chole Bhature Recipe

એક વાસણમાં કાબુલી ચણા પાણીમાં ૬ થી ૮ કલાક માટે પલાળી દો. કૂકરમાં પલાળેલા છોલે નાખીને તેમાં ચાની પત્તીઓ કપડામાં બાંધીને તેની પોટલી નાખીને બાફવા માટે મૂકી દો. છોલે બાફી ગયા પછી તેમાંથી ચાની પોટલી નીકાળી દો. હવે, લવિંગ, તજ, મરી, ૨ લીલા મરચાં અને આદુને બારીક ક્રશ કરી લો અને આ પેસ્ટને બાફેલા છોલેમાં મિક્સ કરી દો. એક કઢાઈમાં સૂકા મસાલા, ગરમ મસાલો, ટામેટાની પેસ્ટ, આમચૂર પાવડર, મારી પાવડર નાખીને તેમાં છોલેનું પાણી પણ ઉમેરી તેને ઘટ્ટ થવા સુધી હલાવો. ત્યારબાદ બાફેલા છોલે તેમાં મિક્સ કરીને સારી રીતે સાંતળો. એક ફ્રાય પેનમાં ઘી ગરમ કરીને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો જયારે ડુંગળી બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં છોલે નાખો અને ૧૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. ગરમાગરમ છોલે બારીક સમારેલી કોથમીર, ડુંગળી અને ટામેટાથી ગાર્નીસ કરી સર્વ કરો. આગળની સ્લાઈડરમાં જુઓ ભટુરા બનાવવાની રીત

www.vishvagujarat.com/chole-bhature-recipe-2/

 

453 views
0 faves
0 comments
Uploaded on December 3, 2015