About Me
કેમ છો મિત્રો, હું મારા બ્લોગ www.aapnuumreth.org ના સમખાઈ ને કહુ છૂ કે, હું જે લખીશ સત્ય લખીશ. મારું નામ વિવેક દોશી છે, આણંદ જિલ્લાના ઉમરેઠ ગામનો વતની છું, અને આખી જિંદગી ઉમરેઠમાં જ રહેવાનો છું.
હું ખુબ આળશુ છુ,મને નવરાશ માથી ફુરસદ મળે ત્યારે હું કામ કરું છું ,મારો મુડ હોય તો તમારા માટે મરી પણ જાવ,પણ મુડ ના હોય તો..તમને કોઈ મારતુ હોય તો છોડાવા પણ ના આવુ, મારું ક્યારે કાઈ ઠેકાણુ નઈ ૨૦/૨૦ ક્રિકેટ જેવુ મારું કામ ક્યારે પલટી મારુ કોઈ ને ખબર ના પડે. હું તો તેવા દિવસની રાહ જોવું છું કે કોઈ મોટી લોટરી લાગે ને આખી જિંદગી નિકળી જાય , દરોજ્જ કામ ધંધે જવાની ચિંતા નહી.. શાંતિ થી ઉઠવાનું ખાવાનું-પીવાનું (ઠંડું પાણી કે કોલ્ડ્રીંક્સ, પાછું પેલું બધું ન સમજતા…) ફરી સુઈ જવાનું..મઝાની લાઈફ..
બીજી એક વાત કહું તો કોઈનું ભલું થતું હોય તો જૂઠ્ઠું બોલવાની મને મઝા આવે છે. મોટા ભાગે કોઈની વાતમાં હું પડતો નથી ને મારી વાતમાં કોઈ પડે તે મને ગમતું નથી. હું મારા બધા નિર્ણય જાતે જ લવ છું મને જે યોગ્ય લાગે તેજ હું કરું છું, તેનો અર્થ તે નથી કે હું જિદ્દી છું પણ કેટલાય સમયે અન્ય લોકોની લાગણી ને ધ્યાનમાં રાખી મને ન ગમતા નિર્ણય પણ કરી દવ છું.
હું કોઈનું કામ કરું તો ક્યારે પણ જે તે વ્યક્તિને તે અંગે અહેસાસ કરાવતો નથી અને કોઈ મારું કશું કામ કરે તો હું ઉપકાર કદી ભૂલતો પણ નથી, પણ કોઈ કશું કામ કરી શંભળાવી જાય તે મને બિલકુલ પસંદ નથી. બીજાને મદદરૂપ થવામાં મને આનંદ મળે છે, હા પણ આર્થિક રીતે નહી કારણકે, ગણપતિ જોડે ગાડીની આશા રાખવી હંમેશા ઠગારી જ નિવળે..!
સ્કૂલમાં હતો ત્યારે હંમેશા મને સવાલ થતો આ ન્યુઝ પેપરમાં બધુ કોણ લખતું હશે..? દરોજ્જ આટલું બધુ કેવી રીતે લખી શકાય..? કેટલીક વખત મારા વિચારો સાદા કાગળમાં ઉતારી અમારી જ્ઞાતિના મેગેઝીન “ખડાયતા જ્યોતિ”માં મોકલી દેતો હતો અને તે પ્રસિધ્ધ પણ થતા હતા ત્યાર થી લખવાની ચુર ઉપડી જે આજે પણ ચાલું છે. ઉમરૅઠ થી દુર રહેતા લોકોને ઉમરૅઠના હાલ જાણવા મળે તે માટે તેમજ મારી મરજી થી મારા વિચારો તમારી સમક્ષ લાવવા માટે મેં બ્લોગ લેખન ૨૯ મે-૨૦૦૯ થી શરૂં કર્યું છે.
sports: ઘર ગત્તા, ખો-ખો, ગીલ્લી ડંડા, પકડ દાવ
activities: ખાસ કાંઈ નહિ, ખાવાનું, પીવાનું (ઠંડું પાણી), સુઈ જવાનું અને તેમાંથી નવરાશ મળે તો કાંઈ કામ પણ કરવાનું.
books: મફતમાં મળે તે બધી બુકો વાંચવાની ગમે, શરત એજ કે ગુજરાતીમાં હોવી જોઈયે કારણે ઈગ્લીશ મારા માટે કાળા અક્ષર ભેંસ બરાબર..
music: ઓહ, સંગીત મુડ પર આધાર જેવો મુડ હોય તેવું સંગિત શાંભળવાનું બાય ધ વે પૈસા ખર્ચી સી.ડી લાવ્યો હોવ તેવી આજદીન સુધી કદી બન્યું નથી કાલનું કાંઈ નક્કી નહિ.
tv shows: મારી મમ્મી જોવે તે બધી ટી.વી સીરીયલ હું જોવું છું (જોવીજ પડે રીમોટ તેની પાસે હોય છે ને એટલે) પણ હા તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેરી રીમોટ મારી પાસે રાખું છું
films: અજબ ગજબ કી પ્રેમ કહાની, રાજનીતી, ઓમ શાંતિ ઓમ, વેનસડે, દિલ ચાહતા હૈ, પા, પેજ-થ્રી, વેક અપ સીડ, સરકાર, અપહરન, લીસ્ટ બહુ લાબું છે એટલે કે, બહોત પીક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત….
cuisines: ખાવાની વાત નિકળે એટલે આપણો મિજાજ બદલાઈ જાય બોસ, હમ્મ્મ્મ્મ આમતો મમ્મી બનાવે તે બધુ જ ભાવે પણ નાસ્તામાં જો સિંગ ભજીયા, સેવ મમરા, ગળ્યા સકરપાડા, પાપડીને ચટણી, અને મારા ભાઈબંધની દૂકાનનું ચવાણું અને જમવામા ગુજરાતી થાળી (પાપડ સાથે), પંજાબી મેનું હોય તો ચીજ બટર મસાલા, બે-ત્રણ બટર રોટી, સલાડ, જીરા રાઈસ, દાલફ્રાય (શાક બહુ ના વધ્યું હોય તો જ..
- JoinedApril 2007
- OccupationWhat is this
- HometownUmreth
- Current cityUmreth
- CountryIndia
- Emailvivekdoshi111@rediffmail.com
- Twittermynewsforall
- Instagramaapnuumreth
Most popular photos
Testimonials
Nothing to show.